ઈરફાન પઠાણ પરિવારમાં પેદા થયેલો બ્રાહ્મણ છે- ઈરફાન ખાન ના પિતા

 એક્ટર ઈરફાન ખાનના નિધનથી બોલીવૂડે જ નહી પણ કરોડો ચાહકોએ પણ આંચકો અનુભવ્યો છે.

હોલીવૂડમાં પણ આગવી છાપ છોડનાર ઈરફાન ખાન વાસ્તવિક જીવનમાં પણ જરા હટ કે પ્રકારનો સ્વભાવ ધરાવતા હતા. જેમ કે પઠાણ પરિવારમાં જન્મ્યા પછી પણ ઈરફાન આજીવન શાકાહારી રહ્યા હતા.

જયપુરમાં પઠાણ પરિવારમાં જન્મેલા ઈરફાનનુ પુર નામ ઈરફાન અલી ખાન હતુ. તેમના પિતા જાગીરદાર ખાન હતા અને ટાયરનો વેપાર કરતા હતા. ઈરફાન પહેલેથી જ મીટ ખાતો નહોતો અને તેના કારણે જ તેના પિતા મજાકમાં કહેતા હતા કે, ઈરફાન પઠાણ પરિવારમાં પેદા થયેલો એક બ્રાહ્મણ છે.

ઈરફાનને તેના પિતા શિકાર પર લઈ જતા હતા.જંગલનુ વાતાવરણ ઈરફાનને ગમતુ તો હતુ પણ તેને જાનવરોનો શિકાર પસંદ નહોતો.ઈરફાન હંમેશા પૂછતા કે આ જાનવરોનો શિકાર થયા બાદ તેમના પરિવારનુ શું થતુ હશે. આ જ કારણે રાયફલ ચલાવતા આવડતુ હોવા છતા તેમણે જાતે ક્યારેય શિકાર કર્યો નહોતો.

ઈરફાનને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ મળ્યો તેના થોડા સમયમાં જ પિતાનુ નિધન થયુ હતુ. ઘરેથી મળતા પૈસા બંધ થઈ ગયા બાદ ફેલોશિપ પર તેમણે એક્ટિંગનો કોર્સ પુરો કર્યો હતો. આ સમયમાં ક્લાસમેટ સુતાપા સિકંદરનો સાથ મળ્યો હતો. એ પછી 1995માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.