લોકડાઉનના કારણે અર્થતંત્ર પર આવી પડેલા સંકટની વચ્ચે સરકાર પણ નાણા ભીડ અનુભવી રહી છે.
આ સંજોગોમાં એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર સૈન્યના ખર્ચમાં 40 ટકા સુધીનો કાપ મુકી શકે છે. જોકે તેમાં જવાનોના પગાર અને ભથ્થામાં કોઈ કાપ મુકવાની વાત નથી પણ બીજા ખર્ચાઓ પર સરકાર કાતર ફેરવવાના મૂડમાં છે. જો સરકાર આવો નિર્ણય લેશે તો તેની અસર સેનાના આધુનિકકરણની પ્રક્રિયા પર પડી શકે છે.
એક સિનિયર અધિકારીના હવાલાથી આ મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, સરકાર જો સૈન્ય ખર્ચમાં 20 ટકાનો કાપ મુકે તો 40000 કરોડ અને 40 ટકા સુધીનો કાપ મુકે તો 80000 કરોડ રુપિયા બચાવી શકે છે.
આ પહેલા પણ આ પ્રકારની અટકળો થઈ રહી હતી.જેને આ અધિકારીએ સમર્થન આપ્યુ છે. એપ્રિલથી જુન મહિનાના ક્વાર્ટર દરમિયાન સરકાર પોતાના નિર્ણય પર અમલ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ સરકાર તમામ ડીફેન્સ ડીલ પર હાલ પુરતી રોક લગાવી ચુકી છે. આમ કોરોનાએ ભારતીય સેનાના આધુનિકરણના પ્રોગ્રામ પર પણ સવાલ ઉભો કરી દીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.