દુનિયાભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવ્યો છે. ચીનના વુહાન શહેરમાંથી કોરોનાના હાહાકાર મચાવ્યા બાદ કોરોના ફેલાવવાના આરોપોનો સામનો કરી રહેલુ ચીન આ મહામારી વચ્ચે પણ નફો કમાવવામાંથી બાજ નથી આવી રહ્યું. અનેક દેશોને હલકી ગુણવત્તાની ટેસ્ટ કિટ, પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેંત્સ (PPE) પધરાવવા બદલ ચીનની ચારેકોરથીથી હેરાન પરેશાન છે. મોદી સરકારે તો ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો છે.
ચીનની સમસ્યાઓનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેણે ભારતને વિનંતી કરી છે કે ભારતને ચીની કંપનીઓ સાથેની ગુણવત્તાયુક્ત કિટ્સના મુદ્દાને વાટાઘાટ કરી આ મુદ્દે હલ કરવામાં આવે. આ અગાઉ ચીને ભારત તરફથી ઓર્ડર રદ કરવા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ચીન આ મુદ્દે તપાસ કરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે નજીકનો તાલમેલ છે. કોરોના વાયરસના સંક્રમણના શરૂઆતના સમયથી જ બંને દેશો વચ્ચે સહયોગ છે. આ કિટ્સની સપ્લાઈ ચીનના ગુઆંગજો અને જુહાઈ સ્થિત બે કંપનીઓ વોંડફો અને લિવજોન ડાયગ્નોસ્ટિક્સસે કરી હતી. ગેગેં કહ્યું હતું કે, આ મામલે અમને વિશ્વાસ છે કે, ભારત યોગ્ય સમાધાન માટે ચીની કંપનીઓ સાથે વાતચીત કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.