કોરોના વાયરસનો ખતરો દુનિયાભરમાં ફેલાઈ ગયો છે ત્યારે હજુ સુધી આ વાયરસથી બચવાનો કોઈ ઉપાય મળ્યો નથી, ના તેની કોઈ દવા હજુ શોધી શોધાઈ નથી, કોરોના સામે બચાવનો એક જ રસ્તો મળ્યો હતો અને એ હતો પ્લાઝ્મા થેરેપી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે પણ સાવચેત કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસમાં એકમાત્ર આશાના કિરણ સમાન પ્લાઝ્મા થેરેપીને જોવામાં આવતી હતી, દિલ્હી સહીત ઘણા રાજ્યોમાં આ થેરેપીનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. પરંતુ આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આ થેરેપીને લઈને સચેત કરવામાં આવ્યા છે, કહેવામાં આવ્યું છે કે આ થેરેપીને હજુ સુધી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી હજુ મંજુર કરવામાં નથી આવ્યું.
વધુમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ થેરેપીને હમણાં ફક્ત ટ્રાયલના રૂપમાં અને રિસર્ચના રૂપમાં જ આજમાવી શકાશે, ગાઈડલાઇનનું જો યિંગ રીતે પાલન નહિ કરવામાં આવે તો આ ખતરનાક પણ સાબિત થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.