છેલ્લા ૩૬ દિવસથી દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે સુરતમાં મોટાભાગના સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં વસી અને હિરા તેમજ ટેક્ષટાઇલ્સના ઘંઘા સાથે સંકળાયેલા છે,લોકડાઉન ખુલ્યા બાદ પણ ઘંઘા રોજગાર ઝડપથી ચાલુ થાય એવી કોઇ આશા દેખાતી નથી ત્યારે મોટાભાગના સૌરાષ્ટ્રવાસીઓ સૌરાષ્ટ્રમાં પેતાની જમીન ઘરાવી રહ્યા છે જેથી તેઓ ને ત્યા તેમનુ ગુજરાન ચલાવવાનુ સરળ રહે તેમજ મોટાભાગના મઘ્યમવગીઁય સૌરાષ્ટ્રવાસીઓ સુરતમાં કમાવવા માટે આવી ભાડાના મકાનમાં રહે છે.
મઘ્યમવગીઁય સૌરાષ્ટ્રવાસીઓ ની હાલત ઘણી કફોડી બની છે કારણ કે છેલ્લા ૩૬ દિવસથી કોઇ કામ-કાજ નહિ હોવાના કારણે બચતના પૈસા જીવન જરુરી પાછળ ખચઁ થઇ ગયેલ છે અને હાલ આવા સમયમાં આવી ઘણી બઘી મુશ્કેલીઓ નો સમાનો ઘણા પરીવારોને કરવો પડી રહ્યો છે તેમજ હાલ કોરોના સંક્રમણની ગતિમાં પણ ઝડપ આવેલ છે તેમજ મોટાભાગના સૌરાષ્ટ્રવાસીઓને ગામમાં ઘર છે અને તેમના વૃઘ્ઘ માતા-પિતા સૌરાષ્ટ્રમાં વસી રહ્યા છે ને શહેર કરતા ગામડામાં ખચઁ પણ ઓછો આવે તે સ્વાભાવીક છે તેમજ હાલ કોઇનો ઘંઘો ચાલુ ન હોવાથી સૌરાષ્ટ્રવાસીઓ ને સુરતથી સૌરાષ્ટ્ર જવાની પરમીશન આપવામાં આવે એવી માંગણી કલેક્ટરશ્રી ને પત્ર લખી આમ આદમી પાટીઁના હોદ્દેદારો કરવામાં આવી છે જેમાં આપ ગુજરાતના પ્રવક્તા યોગેશ જાદવાણી,આપના સુરત જીલ્લાના પ્રમુખ બટુકભાઇ વડોદરીયા અને જીલ્લા મહામંત્રી રાજેશ સાનેપરા દ્વારા પત્ર લખવામાં આવ્યો છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.