બોલિવુડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈમાં નિધન થયું છે. તાજેતરમાં જ તેમની તબિયત ખરાબ થતાં તેમને દક્ષિણ મુંબઈની સર એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં હતા.
નોંધનીય છે કે, ઋષિ કપૂર વિતેલા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવીને મુંબઈ પરત ફર્યા હતા. પોતાની આ સારવાર દરમિયાન ઋષિ કપૂરે અમેરિકામાં કેન્સર હોસ્પિટલમાં એ સમયે 11 મહિના અને 11 દિવસ વિતાવ્યા હતા ત્યાંથી પરત ફર્યા બાદ ઋષિએ જણાવ્યું હતું કે, તેમની સારવાર આગળ પણ ચાલુ રહેશે અને તેને પૂરી રીતે ઠીક થવામાં સમય લાગશે.
મહાનાયક અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન જાણકારી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરી લખ્યુ કે વો ગયા. ઋષિ કપૂર ગયા. અત્યારે તેમનુ નિધન થયુ. હુ તૂટી ગયો છુ. કપૂર ફેમિલીમાંથી રણધીર કપૂરે ઋષિ કપૂરના નિધનના સમાચારને કન્ફર્મ કર્યા છે. રણધીર કપૂરે જણાવ્યુ હતુ કે તેમના ભાઈને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.
કેટલાય સમયથી બિમારીથી પીડાતા હતા
જણાવી દઈએ કે ઋષિ કપૂર પાછલાં વર્ષે સપ્ટેમ્બરમાં જ ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ કેન્સરની સારવાર કરાવ્યા બાદ ભારત પરત ફર્યા હતા. અભિનેતાને 2018માં કેન્સરની જાણ થઇ હતી, જે બાદ તેઓ સારવાર માટે ન્યૂયોર્ક ગયાં હતાં. ત્યાં આશરે એક વર્ષ તેમની સારવાર ચાલી હતી. આ મુશ્કેલીના સમયમાં ઋષિ કપૂરની પત્ની નીતૂ સિંહ દરેક સમયે તેની સાથે હતી. નીતૂ ઉપરાંત દિકરો રણબીર પણ ઘણાં દિવસો સુધી તેની સાથે હતો.
70ના દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનાર ઋષિ કપૂરે સેંકડો ફિલ્મોમાં એક્ટિંગ કરી. રોમેન્ટિકથી લઇને ગંભીર કિરદારોમાં તેમણે ફિલ્મોમાં પોતાની અલગ છાપ છોડી. કોમેડીથી લઇને નેગેટિવ રોલમાં ઋષિ કપૂરે તહેલકો મચાવી દીધો હતો. નવા અને જૂના દોરના અભિનેતાઓ સાથે તેમણે અનેક ફિલ્મો કરી છે.
29 એપ્રિલે હિન્દી સિનેમાએ અભિનેતા ઇરફાન ખાનને ગુમાવ્યો, હવે, 30 એપ્રિલના રોજ ઋષિ કપૂરે વિદાય લીધી
29 એપ્રિલે હિન્દી સિનેમાએ અભિનેતા ઇરફાન ખાનને ગુમાવ્યો. હવે, 30 એપ્રિલના રોજ, ઇરફાનના મૃત્યુના 1 દિવસ પછી, ઋષિ કપૂરે વિદાય લીધી. બેક ટુ બેક બે દિગ્ગજ કલાકારોને ગમાવવા એ ફિલ્મ ઉદ્યોગ માટે મોટો આંચકો છે. ઋષિ કપૂરના નિધનથી દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અભિનેતાના મોત પર સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે. ઋષિ કપૂરે હિન્દી સિનેમામાં મોટો ફાળો આપ્યો હતો. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. જણાવી દઇએ કે ઋષિ કપૂર પાછલાં વર્ષએ સપ્ટેમ્બરમાં જ ન્યૂયોર્કમાં લગભગ એક વર્ષ કેન્સરની સારવાર કરાવ્યા બાદ ભારત પરત.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.