– વૃધ્ધ પુરૂષ-દર્દીઓને આઇસીયુ સહિતની સઘન સારવાર તાકીદે પૂરી પાડવા વૈજ્ઞાનિકોની ભલામણ
કોરોના વાઈરસનો ચેપ પુરૂષ અને સ્ત્રીને એક સમાન ધોરણે લાગી શકે છે. પરંતુ વાઈરસની ગંભીર અસર પુરૂષોને થવાની શક્યતા વધારે છે, જેના પરિણામે સ્ત્રી દર્દીની તુલનામાં પુરૂષ- દર્દીના મૃત્યુ થવાની શક્યતા પણ વધુ રહે છે.
એક અભ્યાસમાં આમ જણાવીને ઉમેરાયુ છે કે કોરોનાના વૃધ્ધ પુરૂષ- દર્દીઓને સંભવિતપણે વધુ સઘન સારવારની જરૂર રહે છે.
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફોથી પીડાતા વૃધ્ધો પર કોરોનાના લીધે થતા મોતની તલવાર વધુ તોળાતી રહેતી હોવાનું અગાઉના સંશોધન- અહેવાલમાં જણાયુ હતુ.
જર્નલ ફ્રિન્ટયર્સ ઈજા પબ્લિક હેલ્થમાં પ્રકાશિત નવા અભ્યાસ અંતર્ગત કોરોના વાઇરસ સાર્સ- કોવા-૨નો જેને ચેપ લાગ્યો છે એવા દર્દીઓના જાતિ- તફાવતને તપાસાયા હતા.
ચીનની બૈજિંગ યેન્ગેન હોસ્પિટલના જિન- કુઈ યાન્ગ સહિતના વૈજ્ઞાાનિકોએ ઉપરોક્ત અભ્યાસમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના ટ્રેન્ડનું વિશ્લેષણ કર્યું.
અગાઉ, જાન્યુઆરીમાં જણાયુ હતુ કે કોરોના વાઈરસના ચેપના પરિણામે સ્ત્રીઓ કરતાં પુરૂષોના મોત વધુ થાય છે. એમ યાન્ગે કહ્યું.
આમાંથી એ પ્રશ્ન ઉદ્ભવ્યો કે શું પુરૂષ- દર્દીઓ કોવિડ-૧૯ના ચેપ બાબત સ્ત્રી- દર્દીઓ કરતાં વધુ સંવેદનશીલ છે અને એના પરિણામે સ્ત્રી- દર્દીઓ કરતાં પુરૂષ દર્દીઓના મોત વધુ થાય છે. એમને ખ્યાલ આવ્યો કે કોરોના વાઈરસની અસર અંગે કોઈએ જાતિ- તફાવત (દર્દી પુરૂષ છે કે સ્ત્રી) તે ધ્યાનમાં લીધો નથી. આથી એ દિશામાં સંશોધન શરૂ થયા, એમ એમણે ઉમેર્યુ.ં
સંશોધકોના મતે, કેટલાક લોકોને બીજા લોકો કરતાં વાઇરસની વધુ ગંભીર અસર કેમ થાય છે. એ હજી સંપૂર્ણપણે સમજાયું નથી.
જો કે આ સંશોધકોએ એમના નિરીક્ષણોના આધારે જણાવ્યું કે વૃધ્ધ પરૂષોની વધુ કાળજી લેવાની જરૂર રહે છે. અને એમની ટીમે સ્ત્રી અને પુરૂષ- દર્દીઓ કોવિડ-૧૯ ને કેવો પ્રતિભાવ આપે છે એ જાણવા માટે કેટલાક દર્દીઓના સ્વાસ્થ્ય વિષેની વિગતોનું પૃથ્થકરણ કર્યું.
આમાં ડોક્ટરોએ જાતે જેમની સારવાર કરી હતી એવા ૪૩ દર્દીઓની વિગતોનો સમાવેશ થયો હતો. વળી કોવિડ-૧૯ ના ૧૦૫૬ દર્દીઓની જાહેરમાં પ્રાપ્ય વિગતોનો પણ સમાવેશ થયો હતો.
ઇ.સ. ૨૦૦૩ માં સાર્સ નામનો રોગ ફાટી નીકળ્યો હતો એ જાણીતું છે.
જે વાઇરસ કોરોના ફેલાવે છે એ જ વાઇરસ ઉપરોક્ત સાર્સ રોગ માટે જવાબદાર હતો તેઓ જે કોશ પર હુમલો કરે છે એમાંના એસીઇટુ નામના એક સરખા પ્રોટીન સાથે એ સંકળાયેલો રહે છે. ડોક્ટરોએ ૨૦૦૩ ના રેકોર્ડમાંથી ૫૨૪ સાર્સ દર્દીઓની વિગતો પણ તપાસી.
કોવિડ-૧૯ ના દર્દીઓના સૌથી મોટા વિગત-સમૂહના પૃથ્થકરણમાં જણાયું કે મૃત્યુ પામનાર ૭૦ ટકા દર્દીઓ પુરૂષ હતા, એમ વૈજ્ઞાાનિકોએ કહ્યું.
ઉંમરના બાધ વિના,આ રોગ પુરૂષોને વધુ થાય છે એમ જણાયું છે આથી પુરૂષ હોવુ એ જોખમી પરિબળ છે.
વૈજ્ઞાાનિકોએ વૃધ્ધ પુરૂષ દર્દીઓને ઇન્ટેન્સિવ કેર યુનિટની સઘન સારવારની ભલામણ કરીછે. એમ યાન્ગે કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.