હિમાચલ 5 મે સુધીમાં કોરોના સામે જંગ જીતનાર ઉત્તર ભારતનું પ્રથમ રાજ્ય બનશે

– કોરોના સંક્રમણની ચેન તોડી બન્યું દેશનું શ્રેષ્ઠ મોડલ

–  નવો કોરોના પૉઝિટિવ કેસ ન નોંધાય તો હિમાચલ કોરોનાને માત આપનાર ઉત્તર ભારતનું પ્રથમ રાજ્ય બનશે. 5 મે સુધી સારવાર લઇ રહેલા દર્દીના ઠીક થયા બાદ દેવભૂમિ કોરોના વાયરસથી મુક્ત થઇ જશે. કોરોનાના સંક્રમણને કંટ્રોલ કરવા પાછળ સીએમ જયરામ ઠાકુરની વ્યૂહરચના છે. જનતાએ પણ સરકારી આદેશોનું પાલન કરીને સરકારને સાથ આપ્યો છે.

વડાપ્રધાન મોદીએ પણ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને હિમાચલના આ મૉડલનું અનુસરણ કરવા માટે કહ્યું છે. પ્રદેશની કોરોના સામેની લડત જીત્યા બાદ રાજ્ય માટે એક સફળતાની સાથે સાથે જનતાને વૈશ્વિક મહામારીથી રાહત પણ મળશે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે હિમાચલ સરકારના નિર્ણયો, તેમની ઉત્તમ વ્યૂહરચના સાથે કરવામાં આવેલી યોગ્ય વ્યવસ્થા, એક્ટિવ કેસ ફાઇન્ડિગ અભિયાનને સફળ બનાવવાની ચર્ચા થઇ રહી છે.

માત્ર 10 વ્યક્તિઓ સારવાર હેઠળ

હિમાચલ પ્રદેશમાં 40 વ્યક્તિઓ કોરોના પૉઝિટિવ હતા, જેમાંથી 25 વ્યક્તિ સ્વસ્થ થઇને ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. ચાર વ્યક્તિ હિમાચલની બહાર સારવાર લઇ રહ્યા છે. જ્યારે તિબેટ મૂળના એક વ્યક્તિ મૃત્યુ પામ્યા છે. બાકીના 10 વ્યક્તિઓની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસ ફાઇન્ડિંગ અભિયાનમાં 70 લાખ લોકોની ઇન્ફ્લૂએન્જા જેવી બીમારી માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં તપાસનું પ્રમાણ આ અભિયાન અંતર્ગત દેશમાં સૌથી વધુ છે.

કોરોના સંક્રમણની ચેન તોડી દેશ-દુનિયા માટે દવાનું ઉત્પાદન કર્યું

એકબાજુ કોરોના સંક્રમણની ચેન તોડી અને બીજી બાજુ રાજ્યની ફાર્માસ્યૂટિકલ કંપનીઓમાં દવાના ઉત્પાદનનું શરૂ કરીને દેશ અને વિશ્વને જરૂરી દવાઓ આપવામાં મદદ કરી છે. સીએમ એચપી એસેન્શિયલ મેડિસિન હેલ્પલાઇન પણ શરૂ કરી છે. ઘર આંગણે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ચંદીગઢ તેમજ દિલ્હીમાં હિમાચલ પ્રદેશ સરકારે કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યા છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ફસાયેલા હિમાચલના લોકોને પણ ઘરે લાવવા માટે સરકારે સંવેદનશીલતા દાખવી છે. સરકારે કોવિડ ફંડમાં લગભગ સાડા 27 કરોડ રૂપિયા જમા કર્યા છે.

સીએમ જયરામ ઠાકુરે કહ્યુ છે કે હિમાચલ પ્રદેશની સરકારે જે ઉત્તમ વ્યૂહરચના સાથે કોરોના સામે લડાઇ લડી છે, તેની પ્રશંસા ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કરી ચૂક્યા છે અને દેશના અન્ય રાજ્યોને હિમાચલ પ્રદેશનું મૉડલ અપનાવવાની વાત કરી છે, આ હિમાચલ માટે ગર્વની વાત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.