આવિષ્કાર હાઇટ્સના રહેવાસી અને હીરા દલાલી, એમ્બ્રોડરી કારખાનેદાર અને ટેક્સટાઇલના ધંધાદારી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના જુગાર રમતા હતા
લોકડાઉન હોવા છતાં મોટા વરાછા શ્રી ફાર્મની બાજુમાં ખુલ્લા ખેતરમાં માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જુગાર રમતા 9 જણાને ઝડપી પાડી તેમની પાસેથી રૂા. 62,600નો મુદ્દામાલ કબ્જે લીધો છે.
અમરોલી પોલીસ મથકના પો. કોન્સ્ટેબલ કિરીટ રસિક અને મહેશ વશરામને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે મોટા વરાછા સ્થિત શ્રી ફાર્મની બાજુમાં ખુલ્લા ખેતરમાં દરોડા પાડયા હતા.
જયાંથી મોટા વરાછા પનવેલ પોઇન્ટની બાજુમાં આવિષ્કાર હાઇટ્સમાં રહેતા જમીન દલાલ વિપુલ બચુ ગોંડલીયા (ઉ.વ. 41), એમ્બ્રોડરી કારખાનેદાર સાગર ભીખા બોધવીયા (ઉ.વ. 28), મેહુલ કનુભાઇ કાનાણી (ઉ.વ. 32), હીરા દલાલ જીગ્નેશ ભીમજી ખૈની (ઉ.વ. 35), અરવિંદ બાબુ ગઢીયા (ઉ.વ. 44), જીતેન્દ્ર ઘનશ્યામ અક્બરી (ઉ.વ. 39), ટેક્સટાઇલ વ્યાપારી જીતેશ ધનજી ખુંટ (ઉ.વ. 35), નરેશ વલ્લભ માવાણી (ઉ.વ. 40) અને કિશોર રામજી માકડીયા (ઉ.વ. 48) ને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી અંગ જડતીના અને જુગારની રમતના મળી કુલ રૂા. 62,600 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
ઉલ્લેખનીય છે કે હાલમાં લોક્ડાઉન ચાલી રહ્યું છે તેમ છતા ઉપરોક્ત તમામ જુગાર રમવા ભેગા થયા હતા અને તેમણે માસ્ક પણ પહેર્યા ન્હોતા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન્હોતું. જેથી પોલીસે તમામની જુગાર ધારા એક્ટ હેઠળ ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.