જામનગર: કોરોના વાયરસના કારણે દેશભરમાં લાગુ લોકડાઉનના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે જ રાજ્યમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડાની 24 વર્ષની પુત્રી રિદ્ધિએ પોતાના ઘરે એકાંતમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જામનગર જિલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજી ભાઈ ચાવડાની પુત્રી રિદ્ધિ ઉવ 24 એ ગઈ કાલે પોતાના ઘરે એકાંતમાં ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અભ્યાસમાં તેજસ્વી એવી એક માત્ર પુત્રીએ અભ્યાસની ચિંતાના કારણે આપઘાત કર્યાની ચર્ચા થઇ રહી છે.
યુવાન વયે પુત્રીના આપઘાતથી પૂર્વ ધારાસભ્ય ચાવડા સહિતનો પરિવાર હાલ ગમગીનીમાં સરી પડ્યો છે. જે પુત્રીને પોતાના હાથથી લાડ લડાવ્યા. ભણાવી ગણાવી એ જ પુત્રીએ અવિચારી પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મેઘજીભાઈ પુત્રના સસરા એવા વેવાઈની તબિયત સારી ન હોવાથી પરિવાર સાથે પોરબંદર ગયા બાદ પુત્રીએ ઘરે આ પગલું ભરી લીધું હતું. હાલ પોલીસ સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.