કોરોના કહેર વચ્ચે દારુની દુકાનો ખોલવા માટે કેન્દ્ર સરકારે આપેલી લીલી ઝંડી બાદ બોલીવૂડ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે.
જાવેદ અખ્તરે દારુની દુકાનો ખોલવાનો વિરોધ કરતા કહ્યુ છે કે, આ નિર્ણયનો અંજામ બરબાદી સ્વરુપે આવશે.લોકડાઉમાં એમ પણ ઘરેલુ હિંસા વધી હોવાનુ સર્વે કહી રહ્યા છે ત્યારે શરાબ વેચવાની છુટ મહિલાઓ અને બાળકો માટે ભયાનક પૂરવાર થશે.
જોકે જાવેદ અખ્તરે પોતાના વિચારો સોશ્યલ મીડિયા પર શેર કર્યા બાદ હવે ઘણા લોકો તેમની વાત સાથે સંમત થઈ રહ્યા છે તો ઘણા તેમનો વિરોધ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.