દુનિયા કોરોના વાયરસ રોગચાળા સામે ઝઝુમી રહી છે, આ વાયરસથી મરનારાઓની સંખ્યા 2 લાખ 28 હજારથી વધુ થઇ ગઇ છે અને સંક્રમિતોની સંખ્યા 32 લાખને પાર છે, જો કે દુનિયાનાં અન્ય દેશોની તુલનાઓએ ભારતમાં તેની અસર ઓછી છે.
દેશમાં કોરોના વાયરસનાં કેસ 37776 થઇ ગયા છે, તેમાથી 26535 સક્રિય છે, જ્યારે 10018 લોકો સાજા થયા થઇ ચુક્યા છે, આરોગ્ય મંત્રાલયનાં અનુસાર દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1223 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
શું ભારતમાં કોરોનામાં “મ્યૂટેશન” થયું છે, ICMR તેને શોધી કાઢશે
ICMRએ એક સ્ટડી કરવાની યોજના બનાવી રહ્યું છે કે દેશમાં છેલ્લા બે મહિનામાં કોવિડ-19નાં ફેલાવા દરમિયાન શું કોરોના વાયરસમાં “મ્યૂટેશન” થયું છે, “મ્યૂટેશન”નો અર્થ કોઇ પણ કોશિકામાં આનુવંશિક પરિવર્તન છે.
દેશની આ ટોચની સંસોધન સંસ્થાનાં એક અગ્રણી વૈજ્ઞાનિકનાં જણાવ્યા મુજબ સાર્સ-કોવિ2 સ્ટ્રેનમાં બદલાવ થયો છે કે નહીં તેની માહિતી કોઇ પણ સંભવિત રસીની અસર દ્વારા જાણી શકાય છે.
તેમણે કહ્યું સ્ટડીથી એ સંકેત મળશે છે કે શું આ વધુ ખતરનાક બન્યો છે, અને શું તેની સંક્રમણ ફેલાવાની ક્ષમતા વધી ગઇ છે, વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોવિડ-19 દર્દીઓ પાસેથી એકત્રિત કરાયેલા સેમ્પલની સ્ટડી એ જાણવા માટે કરાશે કે કોરોના વાયરસમાં આનુવંશિક પરિવર્તન થયું છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.