જાપાનના વૈજ્ઞાનિકોએ હવે લેબોરેટરીમાં કૃત્રિમ લોહી બનાવવાનો દાવો કર્યો છે. જાપાનના ટોકોરોજાવા ખાતેની નેશનલ ડિફેન્સ મેડિકલ કોલેજમાં આ લોહીને તૈયાર કરવામાં આવ્યુ છે.સંશોધકોનો દાવો છે કે, આ લોહી કોઈ પણ બ્લડ ગ્રૂપ ધરાવતા વ્યક્તિને ચઢાવી શકાય છે.એક વર્ષ સુધી તેને નોર્મલ ટેમ્પરેચરમાં સાચવીને રાખી શકાય છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લોહીમાં રેડ બ્લડ સેલ, ઓક્સિજન, પ્લેટલેટ પણ મોજુદ છે.લેબોરેટરીમાં થયેલા પ્રયોગો દરમિયાન લોહી ઓછુ હોય તેવા 10 સસલાઓને આ લોહી ચઢાવામમાં આવ્યુ હતુ.જેમાંથી 6 સસલા બચી ગયા હતા. વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે, જો કુદરતી લોહી ચઢાવાયુ હોત તો પણ આટલા સસલાઓ જ બચી શક્યા હોત.
વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે, ઈજાગ્રસ્ત થયા બાદ પણ લોહીની અછતથી મોત થતુ હોવાના કિસ્સા બનતા હોય છે.તેમને આ કૃત્રિમ લોહી ચઢાવીને બચાવી શકાશે. વૈજ્ઞાનિકોનુ સંશોધન ટ્રાન્ફ્યુઝન નામના જર્નલમાં પ્રકાશિત થયુ છે.અત્યાર સુધી મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી છે પણ કૃત્રિમ લોહી બનાવવાનુ શક્ય બન્યુ નહોતુ.જાપાનના સંશોધકોએ આ દાવો કરીને મેડિકલ જગતમાં પણ હલચલ મચાવી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.