કોરોના વાયરસના ચેપની જાણ થવામાં આમ તો 10 થી 12 દિવસનો સમય લાગે છે. એવામાં,સાજા થયેલા દર્દીઓમાં ફરીથી વાયરસ મળવો ચિંતાનો વિષય બની શકે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં દાવો કર્યો છે કે કોરોનામાંથી સાજા થયા બાદ પણ તે વાયરસ મૂળમાંથી સમાપ્ત થતો નથી. તે વ્યક્તિના શરીરમાં છુપાયેલો રહી શકે છે. વાયરસ ફેફસાંની નજીક રહેવાની વધારે શક્યતા છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, કોરોના શરીરમાં પ્રવેશ્યા પછી શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી કરે છે. તે પહેલો હુમલો ગળાની આસપાસની કોશિકાઓ ઉપર કરે છે. ત્યારબાદ વિન્ડપાઇપ અને ફેફસાં પર હુમલો કરે છે.
એ જ રીતે, મકાઉ, તાઇવાન, વિયેતનામ અને અન્ય દેશો પણ સામે આવ્યા હતા. ચાઇનામાં એવા પણ ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં ચેપગ્રસ્ત દર્દીઓ સારવાર પછી હોસ્પિટલથી ઘરે ગયા હતા,પરંતુ તે લોકોમાં ફરીથી કોરોનાનાં લક્ષણો દેખાયા હતા.
- નિષ્ણાંતોનું માનવું છે કે બિમારી ઠીક થયા બાદ, લગભગ 70 દિવસ સુધી શરીરમાં કોરોના વાયરસ જીવતો રહે છે. આ કારણોસર, વ્યક્તિ ફરીથી તેની પકડમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.