સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 83ના મોત નીપજ્યા તેમજ કોરોનાના 2644 નવા કેસ નોંધાયા છે.
રાજસ્થાનમાં કોરોનાના 31 નવા કેસ સામે આવ્યા જે સાથે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2803એ પહોંચી ગઈ છે.
ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 39980 કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ ગઈ છે. જેમાંથી 1301 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના 28046 એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધી 10632 કોરોના દર્દી સાજા થયા છે.
ઓડિશામાં કોરોનાના 2 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે સાથે જ રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 56 પર પહોંચી છે. જેમાંથી 56 કોરોના દર્દી સાજા થયા છે જ્યારે એકનું મોત નીપજ્યુ છે. ઓડિશામાં કોરોનાના 102 એક્ટિવ કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.