કોરોના વાઈરસના ફેલાવાની તિવ્રતાથી સલામત એવા ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર થતી રહેશે તો આ ઝોન પણ રેડ ઝોનમાં ફેરવાઈ જતા વાર નહી લાગે. એટલે જ રેડ ઝોનમાંથી કોઈને પણ અનઅધિકૃતપણે ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં પ્રવેશ નહી મળે. આવા વિસ્તારોમાં સખત પેટ્રોલિંગ કરવા પોલીસને આદેશ આપ્યાનું રાજ્ય પોલીસ વડા- DGP શિવાનંદ ઝાએ જણાવ્યુ હતુ.
લોકડાઉન દરમિયાન ક્વોરાન્ટાઈન થયેલી વ્યક્તિઓ સામે કાયદા ભંગના ૧૦૩૦ ગુના નોંધ્યાનું જણાવતા DGP ઝાએ મરકઝથી ગુજરાતમાં આવેલા જમાતીઓ સંદર્ભે ગઈકાલે કર્ણાટકથી અલગ અલગ વાઈનોમાં બેસીને વલસાડ પહોંચેલા ત્રણ વ્યક્તિઓ સામે લાકડાઉન ભંગનો ગુન્હો નોંધ્યાનું કહ્યુ હતુ. અત્યાર સુધીમાં મકરઝથી આવેલા અને લોકડાઉનનો ભંગ કરનારા સામે કુલ ૨૨ ગુન્હા નોંધવામાં આવ્યા છે. જો કે, બહારથી આવેલા આવા તમામને કોવિડ-૧૯ના શંકાસ્પદ દર્દી તરીકે ગણીને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. લક્ષણો મળી આવ્યે કે પોઝિટીવ દર્દીના સંપર્કને આધારે તેમનો ટેસ્ટ પણ કરીને હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ દાખલ કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.