હાલમાં આખા દેશમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો ઘરમાં જ છે. ત્યારે પોલીસો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને જીવના જોખમે રસ્તા પર છે. છતાં અમુક કર્મચારીઓને ખાખીનું ભાન રહેતું નથી અને ન કરવાના ધંધા કરે છે. એવા જ એક પોલીસ કોન્સ્ટેબલ હિતેશ પટેલનું કારનામું છતું થયું છે. તેની પાસેથી10 પેટી દારૂ ઝડપાયો છે.
લોક ડાઉનમાં કારમાં ઈંગ્લીશ દારૂની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલને ઓઢવ પોલીસનો પીછો કરી સરદાર પટેલ રીંગરોડ પરથી ઝડપી લીધો છે. આરોપી પોલીસ કોન્સ્ટેબલ અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ત્યારે ઈંગ્લીશ દારૂના કેસમાં સંડોવણી ખુલતા તેને કંપનીમાં હેડ કવાર્ટર ખાતે મુકવામા આવ્યો હતો.
ઓઢવ પોલીસની ટીમ આજે લોક ડાઉનને પગલે વિસ્તારમાં બંદોબસ્તમાં હતી. તે સમયે શંકા જતા ક્રેટા કાર રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે આરોપીએ કાર ભગાવી હતી પોલીસે પીછો કર્યો હતો. પોલીસે આરોપીને પીછો કરી ઝડપી લેતા ક્રેટા કારમાં ઈંગ્લીશ દારૂનો મોટાપાયે જથ્થો મળી આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.