દેશમાં કોરોના વાયરસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 37 હજાર 776 લોકોને ચેપ લાગ્યો છે જ્યારે 1223 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે આપણા ગુજરાતમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 5 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 26 લોકોના મોત થયાં છે. કોરોના વાયરસ પીડિય લોકોની સંખ્યામાં ગુજરાત બીજા નંબરના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. એમાં પણ એકલા અમદાવાદમાં 3543 કોરોના કેસ છે.
અમદાવાદનો આ આંકડો દેશના બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કુલ કેસો કરતા પણ વધારે છે. જો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા પર નજર કરીએ તો અમદાવાદ કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત દેખાય છે. 2 મેના રોજ સાંજે 5 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં કોરોના કેસ બે ડઝન રાજ્યોના કુલ કોરોના કેસો કરતા પણ વધારે છે.
આઇસીએમઆર અનુસાર દરરોજ 70,000 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, લોકડાઉન દેશમાં 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન હોવા છતાં કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસ સંકટનો અંત આવતો જ નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 26,535 થઈ ગઈ છે. કોવિડ -19 ના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 10,017 લોકો રિકવર થયા છે અને તેમને છૂટા કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.