મહારાષ્ટ્રના નાંદેડથી પાછા ફરી રહેલા શીખ શ્રધ્ધાળુઓના કોરોના પોઝિટિવ આવવાના કારણે ચાર જ દિવસમાં કોરોના સામેના જંગમાં પંજાબની સ્થિતિ બદતર બની ગઈ છે.
આજે નાંદેડથી આવેલા બીજા 102 ભાવિકો કોરોના પોઝિટિવ આવતા પંજાબમાં દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે. પંજાબમાં ચાર દિવસ અગાઉ દર્દીઓનો આંકડો 300 જેટલો જ હતો.
લોકડાઉન લાગુ થવાના કારણે પંજાબથી મહારાષ્ટ્રના નાંદેડ ગયેલા ભાવિકો ફસાગઈ ગયા હતા.તેમને ગુરુદ્વારામાં ઉતારો અપાયો હતો. જોકે 24 એપ્રિલથી તેમને જેવા પાછા લાવવાનુ શરુ કરાયુ કે પંજાબનુ ચિત્ર બદલવા માંડ્યુ હતુ. 26 એપ્રિલે 3000 ભાવિકોનો પહેલો જથ્થો પાછો આવ્યો હતો અને આ દરમિયાન થયેલી લાપરવાહી બાદ પંજાબમાં કોરોનાના કેસ વધવા માંડ્યા હતા .પંજાબમાં હાલમાં જેટલા દર્દીઓ છે તે પૈકીના 50 ટકા શીખ ભાવિકો છે. જ્યારે બીજા સેંકડો ભાવિકોના રિપોર્ટ હજી આવવાના બાકી છે.
વધારે ચિંતાની વાત એ છે કે, પંજાબ આવ્યા બાદ તેઓ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફેલાઈ ચુક્યા છે. જે તે વખતે પંજાબ સરકારે આ બાબતની કાળજી રાખી નહોતી. હવે જ્યારે સરકાર જાગી છે ત્યારે મોડુ થઈ ગયુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.