નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (New Delhi)માં તહેવારોની સીઝનને જોતાં આતંકવાદી હુમલાની કાવતરું રચવામાં આવી રહ્યું છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓ (Intelligence Agency)ની જાણકારી મુજબ, જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)ના ચાર આતંકવાદી (Terrorist) હાલ દિલ્હીમાં ઘૂસી ગયા છે. મળતા અહેવાલો મુજબ, ચારેયની પાસે આધુનિક હથિયાર છે. ઇન્ટેલિજન્સથી મળેલી જાણકારી બાદ દિલ્હી પોલીસ (Delhi Police)નું સ્પેશલ સેલ આ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી રહ્યું છે અને સર્ચ ઓપરેશન (Search Operation) ચાલુ છે.
રેલવે અને મેટ્રો સ્ટેશનો પર અલર્ટ
આતંકવાદી હુમલાની આશંકાના કારણે રાજધાનીમાં પોલીસે અલર્ટ જાહેર કરી દીધું છે. સાર્વજનિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી છે. ખાસ કરીને બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને મેટ્રો સ્ટેશનો પર વધારાના પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, એક દિવસ પહેલા બુધવારે દિલ્હી પાસે આવેલા પંજાબમાં એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. જે મોટા હુમલાની તૈયારીમાં હતો. આ પહેલા એસઆઈટીએ અમૃતસરથી ત્રણ બદમાશોની ધરપકડ કરી તેમની પાસેથી પાંચ AK47, બે રાઇફલ તથા દારૂગોળો જપ્ત કર્યો હતો.
પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરીનો પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તરફથી સતત આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમાં સફળતાં ન મળતાં હવે પાકિસ્તાન તરફથી ડ્રાનના માધ્યમથી હથિયાર ભારત મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં પંજાબથી ચાર આતંકવાદીઓની ધરપકડ કરવાની સાથે જ એસઆઈટીને 4 ડ્રોન વિમાન પણ મળ્યા હતા જેમાંથી ત્રણ બિલકુલ નષ્ટ થઈ ચૂક્યા હતા. આ તમામ ડ્રોન ચીન નિર્મિત હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.