તંવરે કહ્યું પાંચ વર્ષ સુધી પક્ષ માટે જેમણે કામ કર્યું તેમની ટિકિટ ફાળવણી વખતે અવગણના થઈ રહી છે
નવી દિલ્લીઃ વિધાનસભાની ચૂંટણી આવતાં જ હરિયાણા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચ્યો છે અને એવો આક્ષેપ થયો છે કે, હરિયાણા વિધાનસભાની સોહના વિધાનસભા બેઠકની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અશોક તંવરે જ કર્યો છે.
બુધવારે હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર પોતાના સમર્થકો સાથે પહેલાં નવી દિલ્હી ખાતેના સોનિયા ગાંધીના ઘર સામે અને પછી કોંગ્રેસ મુખ્યાલય સામે ધરણાં પર બેસી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે હરિયાણાની સોહના વિધાનસભા બેઠક માટેની ટિકિટ રૂપિયા પાંચ કરોડમાં વેચાઈ છે
તેમણે કહ્યું કે, પાંચ વર્ષ સુધી પક્ષ માટે જેમણે કામ કર્યું તેમની ટિકિટ ફાળવણી વખતે અવગણના થઈ રહી છે. જે લોકોએ પક્ષ વિરોધી કામો કર્યા તેમને પૂર્વ મુખ્યપ્રધાન મહત્વ આપી રહ્યા છે. તંવરે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હુડ્ડા સામે મોરચો માંડ્યો છે.
તંવરે તેમણે કહ્યું કે, ‘પાંચ વર્ષથી મેં પક્ષને ખૂનપસીનાથી સિંચ્યો છે અને અમે હંમેશાં પક્ષ પ્રતિ સર્મિપત રહ્યા છીએ. ભૂતકાળમાં હું ટિકિટ ફાળવણી પ્રક્રિયામાં સામેલ હતો તેથી ખબર કે ભાજપ સરકાર કોંગ્રેસીઓએ જ બનાવી છે. ભાજપના 14 વિધાનસભ્ય મૂળ કોંગ્રેસી છે ને સાત સાંસદો પણ મૂળ કોંગ્રેસના છે. ભાજપે મને પણ ત્રણ મહિનામાં છ વાર પક્ષમાં સામેલ કરવા ઓફર કરી હતી પરંતુ હું ભાજપમાં નથી જોડાયો અને નહીં જોડાઉં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.