શિક્ષણ વિભાગે કોરોના સામે લડવા માટે પેરામેડિકલ કર્મચારીઓની સાથે કામ કરી શકે તેવા 2 લાખ શિક્ષકોની કોવિડ આર્મી તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. કાઉન્સેલિંગની સાથે એસિમ્પટેમેટિક પેશન્ટના મોનિટરિંગમાં પણ જોડાશે. વેકેશન બાદ તમામ જિલ્લોઓમાં જૂનથી આ કામગીરી શરૂ થશે. પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવામાં મદદ મળશે કોરોનાની મહામારીમાં શિક્ષકોની ઉમદા કામગીરી બાદ વધુ એક કામ માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. કોવિડ આર્મીમાં શિક્ષકો પેરામેડિકલ સ્ટાફની સાથે કામગીરી કરશે, જેથી રાજ્યમાં પેરામેડિકલ સ્ટાફની ઘટને પણ પહોંચી વળવામાં મદદ મળશે. વેકેશન પૂરું થવાની સાથે જ આ કામગીરીની શરૂઆત થશે કોવિડ આર્મી કોરોના પોઝિટિવ પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે ઉપરાંત જે હોમ ક્વોરન્ટાઇન છે તેઓનું મનોબળ વધારવા માટે પ્રયત્ન કરશે. જૂન મહિનામાં વેકેશન પૂરું થવાની સાથે જ આ કામગીરીની પણ શરૂઆત થશે. કોવિડ આર્મી માટે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરાઈ હતી, જેમાં તમામ સંઘના હોદ્દેદારો સંમત હોવાનું શિક્ષણ વિભાગને જણાવ્યું હતું. હોમ ક્વોરન્ટાઇનમાં ખાસ મદદરૂપ થશે પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવના જણાવ્યા અનુસાર જૂનથી કામગીરી શરૂ કરાશે. અત્યાર સુધી શિક્ષકોની કામગીરી પ્રસંશનીય રહી છે. કોવિડ આર્મીમાં જોડાનારા શિક્ષકો ફોન પર કાઉન્સેલિંગ કરશે. ખાસ કરીને હોમ બેઇઝ્ડ કોવિડ કેર કે, જેમાં એસિમ્પટોમેટિક પેશન્ટ ઘેર રહીને જ ટ્રીટમેન્ટ લેતા હશે ત્યાં શિક્ષક મેડિકલ ઓફિસર અને પેશન્ટ વચ્ચે કડીરૂપ રહેશે. તેઓ પેશન્ટનું કાઉન્સેલિંગ કરશે. સાથે જ તેમને ફોન પર સલાહ આપશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.