સુરતમાં સતત બીજા દિવસે GST વિભાગના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે સુરતમાં આજે પેઢીઓમાં ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે. જેમાં GST વિભાગે સુરતની 28 પેઢીઓમાં દરોડા પાડયા છે. ગઇકાલે પણ GST વિભાગ દ્વારા શહેરમાં 20થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં હતા.
સુરતમાં બીજા દિવસે 28 પેઢીઓમાં GST વિભાગની કાર્યવાહી
સુરત શહેરમાં સતત બીજા દિવસે GST વિભાગના અધિકારીઓ દરોડા યથાવત રાખ્યાં છે. જેમાં GST વિભાગે 28 પેઢીઓમાં કાર્યવાહી હાથ ધરી છે. ટેક્સટાઇલ્સ, કેમિકલ, સિરામિક અને સ્ક્રેપના વેપારીઓ પ ર GST વિભાગે તવાઇ બોલાવી છે.
દરોડા દરમિયાન 2 કરોડની ખોટી ઇનપુટ ક્રેડિટની કબુલાત કરી
GST વિભાગ દ્વારા સુરત શહેરમાં સતત બીજા દિવસે દરોડાની કાર્યવાહી યથાવત રાખી છે. જેમાં 28 પેઢીઓમાં ટેક્સટાઇલ્સ, કેમિકલ, સિરામિક અને સ્ક્રેપના વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ એક વેપારીએ 2 કરોડની ખોટી ઇનપુટ ક્રેડિટની કબુલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. આમ GST વિભાગના દરોડામાં મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.
સુરતમાં સતત આજે બીજા દિવસે GST વિભાગના દરોડા યથાવત જોવા મળ્યાં છે. જેમાં ગઇકાલે GST વિભાગે શહેરમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેને લઇને સુરત શહેરના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.