નીતીશ કુમારની ઘોષણા, ટ્રેનથી બિહાર પરત ફરતા વિદ્યાર્થીઓ અને મજુરોને 500 રૂપિયા સરકાર આપશે

બિહારનાં મુખ્યપ્રધાન નિતીન કુમારે બીજા રાજ્યોમાંથી પરત ફરેલા શ્રમિકો માટે મહત્વની જાહેરાત કરી છે, મુખ્ય પ્રધાને કહ્યું કે લોકડાઉન દરમિયાન બિહાર પરત ફરનારા મજુરો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને બિહાર સરકાર 500-500 રૂપિયા આપશે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ લોકોએ રેલવે ભાડું આપવાની જરૂર નથી, તે અમારી જવાબદારી છે.

તેમણે કહ્યું- કામદારોને 21 દિવસન ક્વોરેન્ટીન સેન્ટરમાં રહેવું પડશે અહીં તેમને ખાવા-પીવા, રહેવા, ડોક્ટરી સેવા,શૌચાલયની ઉત્તમ સેવા મળશે, ત્યાર બાદ આ લોકોને તેમના ઘરે જતા સમયે રાજ્ય સરકાર તેમને આવવાનો ખર્ચો અને વધારાના 500 રૂપિયા આપશે. દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 1000 રૂપિયા મળશે.

નીતીશે પ્રવાસીઓને ટ્રેનથી લાવવાની સુવિધા આપવા માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. લોકડાઉનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને કામદારો પાસેથી ભાડું લેવાના મામલે રાજકારણ થઇ રહ્યું હતું. તેજસ્વી યાદવે ટ્વિટ કરીને કહ્યું હતું કે જો બિહાર સરકાર ભાડું આપવામાં સક્ષમ ન હોય તો જણાવે, RJD 50 ટ્રેનોનું ભાડું આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.