વિજય નહેરાએ અમદાવાદની સ્થિતિ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને માહિતી શેર કરી હતી. અમદાવાદમાં આખા રાજ્યમાં સૌથી વધુ કેસ છે અને એ સિવાય ભારતમાં પણ અમદાવાદ કેસની બાબતે ભારે ચર્ચામાં છે. એ સિવાય વિજય નહેરાએ સારા સમાચાર આપતા કહ્યું હતું કે, આજે દોઢ મહિનામાં પહેલી વાર એવું બન્યું કે કોરોનાની એક્ટિવ કેસોની ગ્રોથ રેટ એ 5 ટકા કરતાં પણ વધારે ઓછી થઈ ગઈ છે. હાલમાં અમદાવાદમાં કુલ 3101 એક્ટિવ કેસ છે. તેમજ વિજય નેહરાએ કહ્યું હતું કે આ વધતા કેસ અને એક્ટિવ કેસ એ આપણા બધા માટે પડકારજનક છે.
આપણા માટે એ એક વાત સારી છે કે, એક્ટિવ કેસનો ગ્રોથ રેટ જે પહેલા 30 ટકાથી પણ વધારે હતું એ આજે ઘટીને 5 ટકા થઈ ગયું છે. પહેલા 25 ટકા, 20 ટકા એમ કરીને 8 ટકા થયું અને આજે તો રેકોર્ડ તોડીને 5 ટકાએ પહોંચી ગયું. તેમજ વિજય નહેરાએ એમ પણ કહ્યું હતું કે આ મે મહિનાના અંત સુધીમા આપણે આ રેટને ઝીરો કરી દઈશું. જો સાથે મળીને કામ કરશું તો મને વિશ્વાસ છે કે આપણે આ મહિનાના અંત સુધીમાં આ કામ કરી શકીશું અને કોરોનાને હરાવી શકીશું.
બીજી એક સારી બાબત એ છે કે, અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાંથી કુલ 691 લોકોને રજા આપી ઘરે મોકલી દીધા છે. અત્યારે 3101 કેસ જે એક્ટિવ છે એ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એ બધા જ કેસો પર નિયંત્રણ રાખવું ખુબ જરૂરી છે. હાલમાં 10 લાખની વસ્તીએ આપણે 5344 ટેસ્ટ કરી રહ્યા છીએ. તેમજ હજુ પણ આ આંકડો આગળ વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.