આ એજન્સીઓનો ધડાકો, કોરોનાની રસી તૈયાર ના થવા દેવા ષડયંત્ર રચી રહ્યું છે ચીન

દુનિયાભરમાં તબાહી મચાવનારા કોરોના વાયરસને લઇને ચીન પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના ચીનની જ એક લેબમાં બાયોવેપનની માફક બનાવવામાં આવ્યો છે અને એક ભૂલનાં કારણે લીક થઈ ગયો. આ ઉપરાંત અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીને યોગ્ય સમયે દુનિયાને સંક્રમણની સાચી જાણકારી આપી નહીં જેના કારણે સ્થિતિ આજે આટલી ખરાબ થઈ ગઈ છે.

હવે અમેરિકા, બ્રિટેન, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ખુફિયા એજન્સીઓ સાથે જોડાયેલા જાસૂસોએ દાવો કર્યો છે કે ચીન સતત વેક્સિન બનવામાં પણ રોડું બની રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે આ 5 દેશોની ખુફિયા એજન્સીઓએ મળીને એક 15 પેજનું ડોઝિયર તૈયાર કર્યું છે જે પ્રમાણે ચીન નથી ઇચ્છતુ કે દુનિયાને જલદી કોરોના વાયરસની વેક્સિન મળે. આ ક્રમમાં તેણે સતત અનેક દેશો અને સ્વતંત્ર વૈજ્ઞાનિક સંસ્થાઓને પણ કોરોનાનાં લાઇવ સેમ્પલ આપવાની ના કહી દીધી છે.

એટલા સુધી કે તેણે કોઈપણ વૈજ્ઞાનિકને ગ્રાઉન્ડ ઝીરો પર જવા અથવા પછી કેસ ઝીરોને મળવાની પરવાનગી નથી આપી. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ડોઝિયરનાં આધાર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચીન પર પ્રહાર કરી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન સતત ના કહેતુ રહ્યું છે કે કોરોના સંક્રમણ માણસથી માણસમાં ફેલાઈ રહ્યું છે, જ્યારે સટિક પુરાવા મળ્યા છે કે તેને આ વાતની લાંબા સમયથી ખબર હતી. ચીને આ વાતને માનવામાં ઘણા અઠવાડિયા લગાવી દીધા જેનાથી યૂરોપ અને અમેરિકામાં કોરોના સંક્રમણે ભારે તબાહી મચાવી દીધી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.