– પેટ્રોલ જમ્પ મુદત બાદ જેલમાં હાજર થયેલા આરોપીની અંગ ઝડતી કરતા કોરોનાનો ચેપ લાગ્યો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં 10 દિવસ પહેલા પેરોલ જમ્પની મુદત પૂરી કરીને જેલમાં હાજર થયેલા આરોપીની અંગ ઝડતી કરનારા સેન્ટ્રલ જેલના સિપાહીનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સાત આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેથી તમામને અસરવા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા હતા.
સાબરમતી જેલમાં તારીખ 1લી મે, શુક્રવારે પાંચ કેદીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર દોડતું થઇ ગયું હતું.
ચોંકાવનારી બાબત એ હતી કે આ કેદીઓના નેગેટીવ રિપોર્ટના સર્ટી રજુ કરવામાં આવ્યા હતા પરંતુ જેલ તંત્રની સતર્કતાનાના કારણે બીજીવાર રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.