હાર્દિક પટેલે સરકાર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું કે એક વાત કહીશ તો ભક્તોને ખોટું લાગી શકે છે જાણો શું છે સમગ્ર મામલો

હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 5 હજારથી વધુ છે. હવે કોરોનાની ઝપેટે ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ખાસ કરીને પોલીસ કર્મી અને આરોગ્ય કર્મી પણ આવી રહ્યા છે.

ફ્રન્ટલાઇન વોરિયર્સ કોરોનાનો શિકાર બની રહ્યાનાં કિસ્સામાં છેલ્લા ઘણા દિવસોથી વધારો થઇ રહ્યો છે. અમુક રાજ્યો પોતાના જ વતનીઓને બીજા પ્રાંતમાંથી પોતાના વતનમાં આવતા અટકાવતી હોવાના કિસ્સા પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા કોરોના વોરિયર્સને બુસ્ટઅપ કરવા માટે ફૂલ વર્ષા જેવી ઇવેન્ટમાં પણ યોજવામાં આવી હતી.

જો કે કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ કોરોના મામલે સરકાર અકીલા પર આકરા પ્રહારો કર્યા હતા. દેશમાં કોરોનાના કારણે દેશમાં સ્થિતિ લથડી રહી છે.

હાર્દિક પટેલ કહ્યું હતું કે, લોકડાઉનની વચ્ચે વિવિધ રાજ્યોમાં ફસાયેલા મજૂરો અને પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલવા સેનાની મદદ લેવી જોઈએ. હાર્દિકએ વધુમાં કહ્યું કે, કોરોના વોરિયર્સ સરકાર પાસે સુરક્ષા ઉપકરણ માંગી રહ્યા છે ત્યારે સુરક્ષા ઉપકરણની જગ્યા પર તેમને પીઆર ઈવેન્ટ આપવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.