રાયસેન (મધ્યપ્રદેશ): ઇન્દોરથી ભોપાલના રસ્તે છતરપુર જઇ રહેલી ઓમ સાંઇ રામ ટ્રાવેલ્સની બસ બુધવાર રાત્રે લગભગ 1 વાગ્યે રાયસેન સ્થિત દરગાહ પાસે પુલની રેલિંગ તોડી રીછન નદીમાં ખાબકી હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. જ્યારે વહેલી સવારે 3 વાગ્યા સુધીમાં 22 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બસમાં લગભગ 30થી 35 લોકો સવાર હતા. અન્ય લોકોની શોધખોળ જારી છે.
પુલ પર ખાડા હોવાથી બસ અનિયંત્રિત થઇ
પ્રાથમિક માહિતી અનુસાર પુલ પર ખાડા હોવાથી બસ અનિયંત્રિત થઇ હતી અને રેલિંગ સાથે અથડાયા બાદ રીછન નદીમાં ખાબકી હતી. ઘટનાસ્થળે દોડી આવેલા જિલ્લા કલેક્ટર ઉમાશંકર ભાર્ગવે જણાવ્યુ હતુ કે, 5 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.