લોકડાઉન વચ્ચે 25 શહેરોમાં શરૂ થઈ ઉબેર કેબ સર્વિસ! સરકારના આ નિયમોનું કરવું પડશે પાલન

વૈશ્વિક મહામારીથી બચવા માટે હાલ સંપૂર્ણ દેશ લોકડાઉનના ત્રીજા તબક્કામાં છે. 3 મેના રોજ સમાપ્ત થતા લોકડાઉનને કેન્દ્રની મોદી સરકારે બે સપ્તાહ આગળ વધારી 18 મે સુધી કર્યું છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે નવી ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જે હેઠળ સંપૂર્ણ દેશને ત્રણ ઝોન ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વહેંચ્યું છે. જેમાં ગ્રીન ઝોનને સૌથી વધુ સેફ માનવામાં આવી રહ્યું છે અને ત્યાં ઉબેર જેવી ઓનલાઇન કેબ એગ્રીગેટર્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

નવા આદેશો હેઠળ ઉબેર કેબમાં ડ્રાઇવર સિવાય વધુ 2 વ્યક્તિ(1+2) જ બેસી શકશે અને કોઈ વ્યક્તિ ડ્રાઇવરની બાજુમાં નહીં બેસે. ઉપરાંત એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે આવશ્યક સેવાઓથી જોડાયેલ લોકો સિવાય અન્ય કોઈ નાગરિકે સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ઘરમાંથી બહાર નીકળવું નહીં. જો એવું થશે તો જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ સેવાઓને રેડ અને ઓરેન્જ ઝોનમાં મંજૂરી મળી નથી.

ગ્રીન ઝોનમાં જે જિલ્લાઓ આવશે ત્યાં બસમાં કુલ સીટોના 50 ટકા મુસાફરો જ મુસાફરી કરી શકશે. ઉપરાંત આ બસ માત્ર અમુક જિલ્લાઓમાં જ ચાલશે. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધી માત્ર ઉબેરે જ આ વાતની પુષ્ટિ કરી છે કે તે સરકારની ગાઇડલાઇન મુજબ અમુક જિલ્લાઓમાં સેવા શરૂ કરશે. ત્યારે હવે એવા અનુમાન છે કે અન્ય કેબ કંપનીઓ પણ આ અંગે જલ્દી કોઈ નિર્ણય કરી શકે છે. રિપોર્ટ મુજબ અત્યાર સુધી ઉબેર કેબ સેવા 25 શહેરોમાં શરૂ થઈ ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.