દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય બન્યું છે, કોરોના વાયરસથી સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર સૌથી ટોચ પર છે.
રાજ્યમાં આ સમયે 14 હજારથી પણ વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે, એકલા મુબઇમાં જ 9 હજારથી વધું લોકો સંક્રમિત છે. કોરોના વાયરસથી વધતી સંક્રમિતોની સંખ્યા જોતા ગવે રાજ્ય સરકારે 17 મે સુધી કલમ 144 લાગૂ કરી છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 771 કોરોના સંક્રમિતોની પુષ્ટી થઇ છે, જ્યારે 35 લોકોનું મોત થયું છે, જો મુંબઇનાં આકડાં પર નજર કરીએ તો આર્થિક રાજધાનીમાં 510 નવા કેસ નોંધાયા છે.
ઉધ્ધવ સરકાર મુંબઇમાં વધી રહેલા પોઝિટિવ કેસથી ચિતિંત છે. સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે સરકારે શહેરમાં કલમ 144 લાગુ કરવાનો આ નિર્ણય કર્યો છે.
વધી રહેલા પોઝિટિવ કેસનાં કારણે સમગ્ર શહેરને રેડ ઝોન જાહેર કરાયું છે, આ કલમ 144 લાદવામાં આવતા તે સમયગાળા દરમિયાન એક સ્થાન પર ભીડ એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.