કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ આ વર્ષે સાદગીથી ઉજવવામાં આવશે

મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણનો સામનો કરી રહેલા મહારાષ્ટ્ર (Maharashtra)માં ગણપતિ ઉત્સવ (Ganpati Utsav 2020) આ વર્ષે સાદગીથી ઉજવવામાં આવશે. આ નિર્ણય ગણપતિ મંડળોએ લીધો છે. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ કોવિડ-19ના પોઝિટિવ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં 14,541 લોકો કોરોનાથી સંક્રમિત છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવનું અનેરું ધાર્મિક મહત્વ છે. દેશની આઝાદી માટે જાગૃતિ ફેલાવવા માટે શરૂ કરવામાં આવેલા સાર્વજનિક ગણપતિ ઉત્સવ હવે સમગ્ર માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર દેશમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણનો દેશમાં સૌથી વધુ ભોગ બનનારા મહારાષ્ટ્રમાં ગણપતિ મંડળોએ નિર્ણય લીધો છે કે આ વર્ષે ગણપતિ ઉત્સવ સાદગીથી ઉજવવામાં આવશે.

સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના 771 નવા કેસ આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 14,541 પહોંચી ગયો. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં વાયરસ સંક્રમણથી વધુ 35 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ રાજ્યમાં સંક્રમણથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 583 પર પહોંચી ગઈ છે. બીજી તરફ, અત્યાર સુધી 2,465 લોકો કોરોના સામેનો જંગ જીતી સાજા પણ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.