દશેરા અને દિવાળીના તહેવાર પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર છે.રાજકોટમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મગફળીમાં નવા પાકની આવકની અસર સિંગતેલના ભાવમાં જોવા મળી છે.મગફળીમાં સારા પાકની આશાએ ડબ્બા પર 20 રૂપિયાનો ઘટાડો થયો છે.ઘણા સમય બાદ તેલના ભાવ ઘટતાં ગૃહિણીઓ માટે રાહત જોવા મળી છે.હાલ સિંગતેલના ડબ્બે ભાવ 1820 રૂપિયા થયો છે.
પામ ઓઈલનો કેટલો ભાવ ?
પામ પ્રોડકટના ભાવ પાંચ ડોલર તૂટયા હતા. દરમિયાન મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૬૨૮ વાળા રૂ.૬૨૬ રહ્યા હતા જ્યારે જેએનપીટીના ભાવ રૂ.૬૨૫ વાળા રૂ.૬૨૩ રહ્યા હતા. નવી માગ નહિંવત હતી. વિવિધ રિફાઈનરીઓએ આજે પામતેલના ડાયરેકટ ડિલીવરીના જાહેર કર્યા ન હતા, દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૫૦ વાળા જોકે રૂ.૫૫૨ રહ્યા હતા.
અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૧૬થી ૨૧ પોઈન્ટ માઈનસમાં રહ્યા પછી આજે પ્રોજેકશનમાં ભાવ સાંજે જોકે ૧૦થી ૧૧ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચાર હતા. ત્યાંના ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળના ભાવ ૭૪થી ૮૨ પોઈન્ટ ઉછળ્યા હતા જ્યારે સોયાબીનના ભાવ વાયદાના ૧૩૪, ૧૩૦, ૧૧૪ તથા ૧૦૨ પોઈન્ટ ઉછળ્યા હતા. ન્યુયોર્ક કોટન વાયદાના ભાવ ઓવરનાઈટ ૧૫, ૧૫, ૧૧ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા. ચીન તથા અમેરિકા વચ્ચે હવે વેપાર વિષયક વાતચીત કેવી રીતે આગળ વધે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી છે.
દરમિયાન, તાજેતરના નિર્દેશો મુજબ અમેરિકાના કૃષી બજારોમાં ખાસ કરીને સોયાબીનમાં ચીનની ખરીદી નોંધપાત્ર રહ્યાના સમાચાર મળ્યા હતા. ચીનની સરકારે અમેરિકાની આયાત થતા સોયાબીન પર તાજેતરમાં ટેરીફમાં રાહતો આપી છે તથા તેના પગલે અમેરિકાના સોયાબીનમાં ચીનની ખરીદી નોંધપાત્ર વધ્યાના સમાચાર મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.