સુરત રત્નકલાકારોને બળતામાં ઘી, બસ ભાડાની રકમ જાણીને ચોંકી જશો

હાલમાં કોરોનાનો કહેર ગુજરાતમાં દેરક જગ્યાએ છે. તેમજ છેલ્લા 40 દિવસ કરતાં પણ વધારે દિવસોથી લોકડાઉન છે માટે જે લોકો રોજનું કરીને રોજ ખાતા હતાં, એવા લોકો પાસે પૈસા પણ નથી બચ્યા. એવામાં સુરતના રત્ન કલાકારો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. સુરત કલેક્ટરે લોકોની માંગ સ્વીકારીને રત્ન કલાકારોને બસની સુવિધા કરી આપી હતી. પરંતુ હવે તેના ભાડા અંગે માહિતી આવી જે ખરેખર ચોંકાવનારી છે.

સુરતના રત્નકલાકારોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. બસ એસોસિએશને કલેક્ટરને ભાડાની રકમ જણાવી છે. આ રકમ સાંભળીને બધા ચોંકી જાય એવું છે. 400 કિમીનું ભાડું રૂ.1000 અને 500 કિમીનું ભાડું રૂ.1200 લેવામાં આવશે. તેમજ 500થી વધુ કિમીનું ભાડું રૂ.1500 વસુલવામાં આવશે.

હાલમાં જે પરિસ્થિતિ છે એને જોતાં એવું લાગે છે કે બસ સંચાલકોએ સરકારનું નાક દબાવ્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. લૉકડાઉનમાં લોકોને વધુ એક ફટકો પડે તેવી શક્યતા વર્તાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.