નવી દિલ્હી:કાળું નાણું શોધી કાઢવા ભારત સરકારની વિનંતીથી સ્વિત્ઝર્લેન્ડે આઈપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી અને તેમના પત્ની મિનલને પબ્લિક નોટિસ મોકલી છે. ગેરકાયદે રીતે નાણાંની હેરફેરની માહિતી મેળવવા થયેલા દ્વિપક્ષીય સમજૂતી કરાર હેઠળ સ્વિત્ઝર્લેન્ડના ફેડરર ટેક્સ વિભાગે લલિત મોદી અને મિનલ મોદીનું નામ આપ્યું હતું.
જવાબ આપવા 10 દિવસનો સમય અપાયો
2010થી લંડનમાં રહેતા લલિત મોદી સામે પહેલેથી જ મની લોન્ડરિંગની તપાસ ચાલી રહી છે. જો કે તેઓ તેનો ઇનકાર કરતા રહ્યાં છે. 1 ઓક્ટોબરે ઇશ્યૂ કરાયેલી નોટિસની વધુ વિગત અપાઈ નથી. લલિત અને મિનળ મોદીને જવાબ આપવા માટે 10 દિવસનો સમય અપાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.