સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો વાયરલ થયા
આફ્રિકિ દેશ નાઇજરની રાજધાનીન નિમેયમાં ભિષણ રેતીનું તોફાન આવ્યું હતું. પશ્ચિમ આફઅરિકી દેશોમાં આવા રેતીના તોફાનો ઘણી સામાન્ય બાબત છે, પરંતુ આ ખતે રેતીના ભયાનક તોફાન બાદ ત્યાંનુ આકાશ એકદમ લાલ થઇ ગયું હતું. એક તો રેતીનું તોફાન આ વખતે ખૂબ ભીષણ હતું અને બાદમાં આકાશના લાલ રંગના કારણે ત્યાં ડરનો માહોલ ઉભો થયો હતો. લોકો ગભરાઇને ભાગવા પણ લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર આ રેતીના તોફાન અને એકદમ લાલ થયેલા આકાશની તસવીરો અને વીડિયો વાયરલ થયા છે.
જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે નાઇજરમાં આવા રેતીના તોફાન આવે છે, પરંતુ આટલું વિશાળ અને લાલ રંગનું આકાશ ક્યારેય જોવા ના મળતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. આ તોફાન એટલું વિશાળ હતું કે રેતીની ઉંચી દિવાલ જાણે કે આકાશ સુધી હોય તેમ લાગતુ હતું. લોકો આ તોફાનને રેતીની ત્સુનામી પણ ગણાવી રહ્યા છે. તો વળી કેટલાક લોકો જણાવે છે કે આ બધા દ્રશ્યો કોઇ હોલિવૂડની ફિલ્મ જેવા હતા.
માત્ર આટલું જ નહીં પણ કેટલાક લોકોએ તો રસ્તા પર ભઆગવાનું શરુ કરી દીધું. જ્યારે રેતીનું તોફાન થોડું ધીમુ પડ્યું તો આકાશનો કલર લાલ જોઇને ડરમાં વધારો થયો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમે પહેલા આવું ક્યારેય નથી જોયું. એખ તરફ દુનિયામાં કોરોના વાયરસનો કેર છે, તો બીજી તરફ આકાશ લાલ થઇ જતા કેટલાક લોકોએ તો આને દુનિયાનો વિનાશ થવાની શરુઆત પણ માની લીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.