મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરની રેલવે લાઇન. કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે અહીં પણ શાંતિ જ રહી છે, પરંતુ શુક્રવારના રોજ સવારે હલચલ હતી. પાટાની આસપાસ લોકો ઉભા હતા અને હાથોમાં મોબાઇલ હતા. રેલવેના પાટા પર 15 મજૂરોના મૃતદેહ કપાયેલા પડ્યા હતા જે બિચારા પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા પરંતુ હવે પોતાની મંજીલ સુધી પહોંચી શકયા નહીં. રેલવેના પાટા પર વિખાયેલી રોટલીઓ અને સામાન એ જણાવે છે કે તે લોકો રસ્તામાં ભૂખથી મરી ના જાય તેની તૈયારી સાથે નીકળ્યા હતા પરંતુ આ રાત્રે તેમની સાથે શું થવાનું છે એ લોકો જાણતા નહોતા.
પાટા પર સૂતા અને સવારે ઉઠ્યા જ નહીં
મળતી માહિતી પ્રમાણે આ 18 મજૂર મહારાષ્ટ્રની એક સ્ટીલ ફેકટરીમાં કામ કરતાં હતા. લોકડાઉનના લીધે કામ બંધ હતું. તેમણે વિચાર્યું હશે કે એવામાં ઘરે જતા રહીએ. લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટેશનના સાધન બંધ છે અને તેમને ઔરંગાબાદ રેલવે સ્ટેશન પહોંચવાનું હતું. આ તમામ મજૂર મધ્યપ્રદેશને કહેવાય છે. મધ્યપ્રદેશ માટે ઔરંગાબાદથી ટ્રેન દોડતી હતી. આથી પાટે પાટે સ્ટેશન માટે નીકળી પડ્યા. મળતી માહિતી પ્રમાણે આ લોકો જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઇ રહ્યા હતા. બંને વચ્ચેનું અંતર કુલ 60 કિલોમીટર છે.
વિચાર્યું હશે…ટ્રેન આવશે નહીં
કોરોના વાયરસ લોકડાઉનની વચ્ચે ટ્રેન ચાલતી નહોતી. બની શકે કે પગપાળા ચાલતા સમયે તેમને કોઇ ટ્રેન મળી ના હોય. એવામાં રાત્રે થાક્યા-પાક્યા તેમણે પાટા પર જ પથારી લગાવી દીધી. આ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઇ. સવાર-સવારમાં ત્યાંથી એક ટ્રેન (માલગાડી) પસાર થઇ અને તેમને મોતે ઉંઘમાં જ કાયમ માટે સૂવાડી દીધા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.