– બસો ઉપડવાનો ખોટો મેસેજ વાયરલ થતા માલ-સામાન સાથે પરિવારજનો આવી પહોંચ્યા
અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાની મહામારીમાં લોકો સપડાઇ રહ્યા છે, તો બીજી તરફ રાજસ્થાન મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના મજૂરો ફસાઈ ગયા છે, પોતાના વતન પર જવા માટે વલખા મારી રહ્યા છે.
ગોતા મામલતદાર કચેરી ખાતે બસો ઉપાડવાની હોવાનો ખોટો મેસેજ વાયરલ થતાં ઇસનપુર મણિનગર ખોખરા સહિતના વિસ્તારમાંથી પર-પ્રાંતિય મજૂરો પરિવાર અને માલ-સામાન સાથે ગોતા ઉમટી પડ્યા હતા આ બનાવની જાણ થતા સોલા પોલીસે આવીને સમજાવીને બધાને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે, ટોળે ટોળા ઉમટી પડ્યા હોવાથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા.
બે દિવસ પહેલા ઓઢવ સોનીની ચાલી પાસે પણ આવી જ ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.