ફરહાન અખ્તરે 1000 પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપ્મેન્ટ (PPE) કિટ્સ કોરોનાવાઈરસ ફ્રન્ટલાઈન વર્કર્સને દાનમાં આપી છે. ફરહાને સોશિયલ મીડિયામાં આ અંગેનો વીડિયો શૅર કર્યો હતો.
46 વર્ષીય ફરહાન અખ્તરે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું હોસ્પિટલના મેડિકલ સ્ટાફ તથા ટીમને PPE કિટ્સની ઘણી જ જરૂરી છે. તેણે વધુમાં કહ્યું હતું કે તે સરકારી હોસ્પિટલમાં એક હજાર PPE કિટ્સ આપે છે. ફરહાને ચાહકોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ PPE કિટ્સનું દાન કરે. તેણે કહ્યું હતું કે જે ચાહકો આ રીતે દાન કરશે તેમનોતે અંગત રીતે ફોન, મેસેજ કે વીડિયો કોલ કરીને આભાર વ્યક્ત કરશે.
ફરહાનેચાહકોને કેવી રીતે કોન્ટ્રીબ્યૂશન આપી શકાય તેની માહિતી આપી હતી અને એક PPE કિટ કેટલાની આવે તે પણ જણાવ્યું હતું. એક્ટરે કહ્યું હતું કે એક PPE કિટની કિંમત 650 રૂપિયા છે અને તે જે હોસ્પિટલમાં સૌથી વધુ જરૂર હોય ત્યાં પહોંચાડવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.