કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ ભારતમાં બીજા નંબર ઓર છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 388 નવા પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
29 લોકોનાં મોત કોરોનાને કારણે થયા છે. જેમાંથી 15 લોકોનાં મૃત્યુ પ્રાથમિક રીતે કોરોનાને કારણે થયા છે. ગુજરાતમાં ગઈ કાલે 5 વાગ્યા સુધીમાં કોરોનાના 7012 કેસ નોંધાયા છે. જેમાંથી 1709 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, તો 425 લોકોના મોત થયા છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવસંખ્યા સતત વધી રહી છે. આજે એજ સાથે 7 પોઝિટિવ કેસ આવતા હડકંપ પામી છે. કહેવામાં આવી રહ્યું છે કે જામજોધપુર વિસ્તારના ૩ અને બાકીના શહેર વિસ્તારના કેસો હોવાનું સામે આવે છે. આજે કેસો પોજીટીવ આવ્યા તેમાં જામનગરના ગાંધીનગર વિસ્તારનો એક, નવાગામ ઘેડ નો એક, શરુ સેક્શનનો એક કેસ, મેવાસાનો એક કેસ, આજે આવેલ નવા સાત પોજીટીવ કેસો તમામ અમદાવાદથી આવેલ છે, જીલ્લાનો કુલ આંક 15 સુધી પહોચ્યો છે.જે ચિંતાજનક છે. આ આવેલા તમામ કેસોમાં બધી જ મહિલાઓ જ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.