ગુજરાતમાં નવા ઉદ્યોગકારો માટે સરકારે કર્યાં મહત્વપુર્ણ નિર્ણય, ચીન છોડનાર કંપનીઓ માટે લાલ જાજમ

કોરોના મહામારીને લઈ વિદેશની કંપનીઓ ચીનથી નારાજ છે. અને હવે આ તમામ કંપનીઓ ચીન છોડવાનો વિચાર કરી રહી છે. તેવામાં કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને ચીન છોડનાર કંપનીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરી રાખવા માટે જણાવ્યું છે. તેવામાં ચીન છોડનાર કંપનીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે મહત્વપુર્ણ નિર્ણયો કર્યા છે. અને રૂપાણી સરકારે ચીની કંપનીઓ માટે ગુજરાતમાં લાલ જાજમ પાથરી છે.

સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું કે, આજે રાજ્ય સરકારે બે મહત્વનાં નિર્ણય કર્યા છે. લોકડાઉનને કારણે આર્થિક ગતિવિધિ વધે અને બેરોજગારી ઓછી થાય અને નવા ઉદ્યોગો ઝડપથી શરૂ થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે, કોઈપણ વ્યક્તિ 1200 દિવસ કામ કરવા માટેનો પ્રોજેક્ટ લઈ આવે તો તેને લેબર કાયદામાંથી મુક્તિ આપવામાં આવશે. પણ મજૂરોની સુરક્ષા ધ્યાનમાં રાખીને 3 બાબતો પર છૂટ આપવામાં નહીં આવે. 1. મિનિમમ લધુત્તમ વેતનધારો એટલે કે મજૂરને લઘુતમ વેતન મળવું જ જોઈએ. 2. સેફ્ટીના નિયમોમાંથી પણ કોઈ મુક્તિ નહીં મળે. 3. અને જો મજૂર સાથે કોઈ અકસ્માત થયો તો તેને પૂરે પૂરૂ વળતર આપવું પડશે. વળતર માટેની તમામ જોગવાઈઓ લાગુ પડશે.

આ સિવાય કોઈપણ ફેક્ટરીને મજદૂર કાયદાના કોઈ નિયમ લાગુ નહીં પડે. ઓનલાઈન પ્રક્રિયા કરશો તો અમે ઝડપથી મંજૂરી આપીશું. જો કે જૂની ફેક્ટરીઓને મજદૂર કાયદામાં કોઈ છૂટ નહીં મળે. વિદેશની અનેક કંપનીઓ ચીન છોડવાની તૈયારી કરી રહી છે. આ કંપનીઓ ગુજરાતમાં આવે તેટલાં માટે જ સરકારે આ નિર્ણયો કર્યાં છે. સાણંદ, દહેજ, SEZ અને GIDCમાં 33000 હેક્ટર જમીનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.