પાક છુપાવી રહ્યુ છે આંકડા? કરાંચીના કબ્રસ્તાનમાં 49 દિવસમાં 3265 મૃતદેહોની દફનવિધિ

કોરોના સામેની લડાઈમાં પાકિસ્તાન પણ પોતાના ભાઈબંધ ચીનના પગલે ચાલી રહ્યુ હોય તેમ લાગે છે.

પાકિસ્તાન સરકારે દાવો કર્યો છે કે, કોરોનાના કારણે અત્યાર સુધીમાં 524 મોત થયા છે અને દર્દીઓની સંખ્યા 25000 પર પહોંચી છે.જોકે વાસ્તવિકતા અલગ જ હોવાની શંકા પાકિસ્તાનના જ સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલીએ વ્યક્ત કરી છે.

તેમનુ કહેવુ છે કે, કોરોનાથી થતા મોતની સંખ્યા સત્તાવાર રીતે દર્શાવાતી સંખ્યા કરતા ઘણી વધારે છે.મને શંકા છે કે ઘણા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા નથી.

દરમિયાન સિંધ સરકારે કરાચીમાં બનાવેલા નવા કબ્રસ્તાનમાં  છેલ્લા 49 દિવસમાં 3265 મૃતદેહો દફનવિધિ માટે પહોંચી ચુક્યા છે.આ અહેવાલ પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલે પ્રકાશિત કર્યો છે.જોકે આ મોત કોરોનાથી છે કે અન્ય. કારણથી તેનો કોઈ ખુલાસો સરકારે કર્યો નથી.

કરાચીમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.આ શહેરમાં 10000 પેશન્ટ પહેલા ત્રણ મહિનામાં આવી ચુક્યા છે.જેમાંથી કેટલા કોરોના વાયરસના કેસ હતા તેની કોઈને ખબર નથી.

પંજાબ પ્રાંતમાં દર્દીઓની સંખ્યા 1033 છે.જ્યારે સિંધમાં 9000 દર્દીઓ નોંધાયેલા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.