મોડો ટેસ્ટ કરાવતા દર્દીમાં મૃત્યુનું જોખમ વધુ-ડો. રણદીપ ગુલેરીયા

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યાં છે, તેમાં પણ અમદાવાદમાં કોરોનાનું સંકટ ખુબ વધી ગયું છે. ત્યારે શહેરમાં વધતા જતા કેસો વચ્ચે ગઈકાલે મોડી રાત્રે દિલ્હી એઇમ્સના ડૉ. રણદીપ ગુલેરિયા તથા તેમની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી.

આજે સવારે તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું કે, અહીં હોસ્પિટલમાં સારી સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, જે લોકોમાં લક્ષણ જણાય તો તેમણે ટેસ્ટ કરાવવો જોઈએ. જેથી પોતાની અને બીજાની જિંદગી બચાવી શકાય છે.

તેમણે કહ્યું કે, મોડો ટેસ્ટ કરાવવાથી મૃત્યુનું જાખમ વધી જાય છે. તાત્કાલીક સારવાર કરવાથી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. તેમણે અમદાવાદમાં વધતા મૃત્યુદર પર કહ્યું કે, અહીં લોકો મોડા દાખલ થવાથી મૃત્યુદર વધ્યો છે.

જે લોકોમાં લક્ષણ દેખાય તેણે તુરંત ટેસ્ટ કરાવવો જોઈએ. સાથે તેમણે કહ્યું કે, મોટી ઉંમરના લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. લોકો ઘરમાં રહીને આ કોરોનાનો કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. લોકોની મદદ વગર આ રોગનો સામનો કરવો શક્ય નથી. તેમણે હોસ્પિટલના ડોક્ટરો સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજીને માર્ગદર્શન પણ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.