સાંસદ ગિરિરાજસિંહે ફરીવાર નીતિશ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, અમે રાજ્યની જનતા પાસે માફી માગીએ છીએ. પટનામાં આવેલા પૂર પાછળ અમે બધા દોષી છીએ. હવામાન વિભાગે આપેલા એલર્ટ બાદ સરકાર એલર્ટ થઈ નથી. જેથી પટનામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે.
સીએમ નીતિશ કુમાર પૂરની સ્થિતિનો મજાક ઉડાવી રહ્યા છે. નીતિશ કુમાર પટનામાં આવેલા પૂરને પ્રાકૃતિક આપદા ગણાવે છે. જોકે, પૂર એ પ્રાકૃતિક આપદા નહીં પણ સરકારની અવ્યસ્થાનું પરિમાણ છે. સરકારની મોટી ભૂલના કારણે રાહત વ્યવસ્થા માત્ર કાગળમાં સમેટાઈ ગઈ છે. નીતિશ સરકારે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટેના મોટા દાવા કર્યા હતા. જોકે, પૂર આવતાની સાથે નીતિશ સરકારની પોલ ખુલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.