કોરોના ફેલાવનાર ચીન પાસેથી 600 અરબ ડૉલર વસૂલવા SCમાં અરજી દાખલ કરાઇ

– તમિલનાડુના એક વ્યક્તિએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરવા કહ્યુ

કોરોના વાયરસની મહામારી ફેલાવવાના આરોપને લઇને ચીન પાસે 600 અરબ ડૉલર નુકશાનની ભરપાઇ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં માંગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને ચીન પાસેથી નુકશાન વસૂલવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરવાનો આદેશ આપે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વાતના પુરાવા છે કે ભારતીય અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડનાર અને ભારતમાં હજારો લોકોના જીવ લેનાર કોરોના વાયરસ ચીનના વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલૉજીમાંથી ફેલાયો હતો.

આ અરજી તામિલનાડુના મદુરાઇમાં રહેતા એક વ્યક્તિએ દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને જાણી જોઇને ચીને ભારત વિરુદ્ધ જૈવિક હથિયાર રૂપે તૈયાર કર્યુ છે. કોઇ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય કોર્ટ ન જઇ શકે એટલા માટે કેન્દ્ર સરકારે આ સંબંધમાં અરજી દાખલ કરવા માટે આદેશ આપે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.