મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનો હવાલો આપી સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા હતા અને જે બાદ અમદાવાદની કમાન ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO મુકેશકુમારને સોંપવામાં આવી.
જે બાદ આજે વિજય નહેરાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના સામે લડવા ફરજમાં જોડાઈશ. તમારી પ્રાર્થના અને શુભેચ્છા માટે દરેકનો આભાર. જો કે વિજય નહેરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ હવે ફરી સક્રિય થઈ શકે છે પરંતુ તેઓ ક્યારે સક્રિય થશે તેની હજી સુધી નક્કી નથી.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ મ્યૂનિસિપલ કમિશ્નર વિજય નહેરા કોરોના પોઝિટિવ વ્યકિતના સંપર્કમાં આવતા તેઓએ પોતાને ખુદને બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ તાત્કાલિક રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે કૈલાશનાથની અધ્યક્ષતામાં તાત્કાલિક મીટીંગો યોજાઈ હતી અને અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. શ્રી મુકેશકુમારને સોંપવામાં આવ્યો. અત્રે નોંધનીય છે કે, વિજય નહેરા હોમ ક્વોરન્ટિંન થતા રાજકિય વર્તુળોમાં અનેક તર્કો વિતર્કો થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.