કોરોના વાયરસના ખતરાને જોતા દિલ્હીના અલગ અલગ સેન્ટરોમાં ક્વોરેન્ટાઈન કરાયેલા તબલિગી જમાતના 2446 સભ્યોને હવે રજા આપવામાં આવશે.
જોકે દિલ્હી સરકારે સાથે સાથે એ પણ નક્કી કર્યુ છે કે, આ જમતાનો સભ્યો રજા અપાયા પછી સીધા પોતાના ઘરે જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે.
દિલ્હીમાં મરકઝમાં યોજાયેલા કાર્યક્રમમાં સંખ્યાબંધ જમાતીઓ પોઝિટિવ આવ્યા બાદ તમામને તકેદરાની ભાગરુપે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.હવે તેમને રજા આપવાનુ નક્કી કકરાયુ છે અને તેમને મોકલવાની વ્યવસ્થા પણ દિલ્હી સરકાર કરશે.આ સભ્યો દેશના અલગ અલગ હિસ્સામાંથી આવેલા છે.
બીજી તરફ તેમાં સામેલ 576 વિદેશીઓને હવે દિલ્હી પોલીસના હવાલે કરાશે.તેમને વિઝા ઉલ્લંઘનના મામલામાં પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.