વિજય નેહરાના નેતૃત્વમાં અમદાવાદ કોર્પોરેશનની કોરોના સંક્રમણ અટકાવવાની કામગીરી નિષ્ફળ રહી એવું માની શહેરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ. આથી અકળાઈને અમદાવાદના એક અરજદારે તમામ અધિકારીઓની અણઆવડત વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે.
અરજદારે હાઈકોર્ટની પિટિશનમાં ઉલેખ્યું છે કે લોકડાઉનની સ્થિતિમાં પ્રતિબંધક જાહેરનામાઓથી નાગરિકોને હાલાકી પડી રહી છે. અચાનક બહાર પાડવામાં આવેલાં જાહેરનામાથી અફરાતફરી મચી ગઈ હતી.
અધિકારીઓની અણઆવડત તેમજ બેદરકારીના કારણે કોરોના વાઈરસનું સંક્રમણ હજુ વધવાનો ભય છે. આ ઉપરાંત જો કોરોનાનું સંક્રમણ હજુ વધ્યું તો અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. આ અંગેની પિટિશન બાબતે હાઈકોર્ટ આગળ સુનાવણી કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.