ચીનની સરકારી ટીવી ચેનલ ચાઇના ગ્લોબલ ટેલિવિઝન નેટવર્ક (સીજીટીએન)ની સત્તાવાર વેબસાઇટ એ માઉન્ટ એવરેસ્ટની કેટલીક તસવીરો પ્રકાશિત કરી છે. સાથો સાથ ટ્વીટ કર્યું કે ‘શુક્રવારના રોજ માઉન્ટ ચોમોલુંગમા પર સૂર્યના રોશનીનો નજારો. તેને માઉન્ટ એવરેસ્ટ તરીકે પણ ઓળખાય છે. આ વિશ્વના સૌથી ઉંચા શિખર ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં આવેલ છે.
ચીન અને નેપાળમાં અડધો-અડધો વહેંચાયો છે એવરેસ્ટ
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ચીન અને નેપાળ વચ્ચે સરહદ વિવાદના સમાધાન માટે 1960માં એક કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. તે મુજબ એવરેસ્ટને બે ભાગમાં વહેંચવામાં આવશે. તેનો દક્ષિણ ભાગ નેપાળની પાસે રહેશે જ્યારે ઉત્તરી ભાગ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની પાસે હશે. તિબેટ પર ચીનનો કબજો છે.
સીજીટીએનના ટ્વીટ અંગે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ચાઇનીઝ સ્ટડીઝના પ્રોફેસર શ્રીકાંત કોંડાપલ્લીએ કહ્યું કે તેમાં કોઇ નવી વાત નથી. ચીન તિેબેટ અને એવરેસ્ટ પર પોતાની સ્થિતિ મજબૂત કરવાની કોશિષ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે એવરેસ્ટ તિબેટ અત્યંત દુર્ગમ છે અને ચીનની તરફથી તેનો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે. ત્યાંથી પર્વતારોહી ચઢાણ પર કરતા નથી. એ બાજુથી ઉભા ચઢાણ અને વીઝા મળવા પણ એક સમસ્યા છે.
5 જી નેટવર્ક દ્વારા આખા હિમાલયની દેખરેખ રાખવાની યોજના
નિષ્ણાતો એવરેસ્ટ પર 5 જી નેટવર્કની સ્થાપનાથી ચિંતિત છે. કોંડાપલ્લીએ કહ્યું કે ચીને એવરેસ્ટ પર 5 જી નેટવર્ક લગાવ્યું છે. આ એક વિવાદાસ્પદ પગલું છે કારણ કે તે આખા હિમાલયને તેના નિયંત્રણમાં લાવી શકે છે. આ 5 જી નેટવર્કનું સૈન્ય પાસું પણ છે કારણ કે તે સમુદ્ર સપાટીથી 8,000 મીટરની ઉંચાઇ પરસ્થાપિત કરાયેલ છે. આનાથી ચીન ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર પર નજર રાખી શકાય છે. આગામી દિવસોમાં તે હિમાલય ક્ષેત્રમાં પોતાની તકનીકનો લાભ ઉઠાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.