દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેની સમયમર્યાદા 17મેએ પુરી થવા જઈ રહી છે. પરંતુ લોકડાઉન વચ્ચે પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સવાલ એ છે કે, 17એ પછી શું. હવે સૌકોઈની નજર દેશના તમામ રાજ્ય મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અને લૉકડાઉન અંગે ચર્ચા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (11મે)એ બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા પર ટકી છે. આ બેઠક બપોરે ત્રણ કલાકે યોજાશે.
લૉકડાઉન 2.0નો સમયગાળો 3 મેએ સમાપ્ત થતાં પહેલા પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. કોરોના સામે જારી જંગમાં શું લૉકડાઉન ફરી એકવાર વધારવામાં આવશે કે કેમ તે હાલમાં ચર્ચાનો વિષય છે. 17 મે બાદ દેશની આગામી રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.
દેશમાં કોરોનાની સ્થિતિ વચ્ચે વાયરસને ફેલાતો રોકવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન ત્રણ દિવસ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ વર્તમાન સ્થિતિ હજી પણ ગંભીર છે. હવે ત્રીજી વાર જાહેર કરવામાં આવેલા લૉકડાઉન 3.0ની સમયમર્યાદા 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવાર બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.